એક તો રેણુકા નો પરિવાર ગરીબ ઉપર થી ગામ પણ ખુબ ગરીબી હેઠળ હતું. રેણુકા ના પરિવાર માં તેના પતિ સિવાય કોઈ હતું નહિ. લગ્ન થયા ને દસ વર્ષ થયાં પણ હજુ સુધી તેને એક સંતાન થયું હતું નહિ. આ પરિવારના લોકોને પૂરતું ખાવાનું પણ મળતું નહોતું. આવી પરિસ્થિતિમાં ઘર ચલાવું મુશ્કેલ પડી રહ્યું હતું. રેણુકા નો પતિ મજૂરી કરી થોડું કમાઈ રહ્યો હતો. પણ તેટલા થી ઘર ચલાવું મુશ્કેલ પડી રહ્યું હતું. રેણુકા પણ પૈસા કમાવવા માટે કઈ પણ મજૂરી કરવા તત્પર હતી પણ તેને કોઈ કામ મળતું ન હતું. કામ ન મળવાને કારણે તે ખૂબ જ પરેશાન રહેતી,