ફરી મોહબ્બત - 15

(20)
  • 3.5k
  • 1.5k

“ફરી મોહબ્બત” ભાગ : ૧૫"તું ફ્રેશ થઈ જા ફટાફટ..કોફી પી લેજે. " ઈવા એટલું કહીને પોતાને છોડાવી કોફીનો કપ લઈને ડ્રોઇંગરૂમમાં જતી રહી."ઉફ્ફ... મારુ દિલ લઈ ગઈ છે આ છોકરી..ઓહહ સોરી મારી વાઈફ..!!" અનય ઈવાને ખૂશ જોતા જ પોતે પણ ઝૂમી ઉઠ્યો. ફ્રેશ થઈને નાસ્તો કરવા ડાઈનીંગ ટેબલની ચેર પર જઈને ગોઠવાયો. ઈવા પણ સાથે જ બેસી. આજે અગ્યાર વાગ્યે ઈવાને પોતાનાં ઘરવાળા લઈ જવાના હતાં. તેમ જ સાંજે ઈવાને ઘરે લેવા પણ અનયને જવાનું હતું. 'ઓહ્હ કેટલી દૂરી આવી રહી છે.' અનય વિચારતો નાસ્તો પતાવતો હતો.ઈવાના ઘરવાળા આવીને ઈવાને લઈને ગયા. પૂરો દિવસ આતુરતાપૂર્વક ગાળ્યો કે સાંજ ક્યારે પડે અને એ ઈવાને