પ્રકરણ-૮ વૈદેહીનો સાસરીમાં પહેલો દિવસ વૈદેહી રેવાંશની રાહ જોતી પલંગ પર બેઠી હતી. ત્યાં જ થોડીવારમાં રેવાંશ એના રૂમમાં દાખલ થયો. જાંબલી રંગના ગાઉનમાં વૈદેહી ખુબ જ સુંદર લાગી રહી હતી. વૈદેહીને જોતા જ રેવાંશ એના પર એકદમ મોહિત થઇ ઉઠ્યો. એણે વૈદેહીને પોતાની ગોદીમાં ઉઠાવી લીધી અને એના ગાલ પર ચુંબન કર્યું. વૈદેહી એ પણ શરમાતા શરમાતા રેવાંશ ને ચુંબન કરી પ્રત્યુતર આપ્યો. એ પછી રેવાંશ એ વૈદેહીને કહ્યું, “વૈદેહી, મને ખબર નથી આ વાત અત્યારે કરવી જોઈએ કે નહિ પણ મને લાગે છે કે કરવી જોઈએ એટલે હું તને કહું છું.”“એવી શું વાત છે?” વૈદેહી એ પૂછ્યું. “આપણે બાળકો