મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 12

  • 2.9k
  • 1.4k

બાઇક પર ચાલુ વરસાદમાં નીતિનના આંસુ કોઈ દેખી શકે એમ તો નહતું. પણ એના હૃદય પર જે ભાર હતો જે તકલીફ હતી એ સ્પષ્ટ દેખાઈ રહી હતી. એ ઘરે પહોંચ્યો પણ એને એ વાતનો ખ્યાલ જ ન રહ્યો. ક્યાંય સુધી ઘરની બહાર બાઇક પર બેસી રહ્યો. થોડીવારમાં જ્યારે નીતિનના પિતા બહાર આવ્યા ત્યારે એ બોલ્યા, "આવી ગયો બેટા! ચાલ ચાલ અંદર આવી જા, નહિતર શરદી લાગી જશે." નીતિન ખ્યાલોની દુનિયામાંથી બહાર આવ્યો, બાઇક લોક કરી. અને પોતાના પિતાને જોઈને ઘરની ઓસરીમાં ગયો. એના પિતા હજુ એમ જ સમજતા હતા કે નીતિન હાલ જ આવ્યો છે. એમણે રોજિંદા સમય અનુસાર પહેલેથી