"સર, બે દિવસ માટે મારે બહાર જવાનું છે એટલે હું ઓફિસે નહીં આવું." આટલું કહી સ્નેહાએ ફોન મુક્યો ને તે સપના પાસે આવી બેસી ગઈ. સવારના અગિયાર વાગ્યા હતા. સપના સવારે વહેલી આવી હતી ને બે દિવસ માટે તે અહીં જ રહેવાની હતી. સ્નેહાને કંઈ જવાનું ના હતું પણ તેનું મન ઓફિસ જવામાં નહોતું લાગી રહયું એટલે તેમને સપના સાથે થોડો સમય રહી શકે એટલે બે દિવસની રજા લઇ લીધી. "તને તારો શેઠ પર તારા જેવો જ મળી ગયો." સપનાએ તેમની બેટીને તૈયાર કરતા કહયું. "તારી જેવી તો હું નથી કે લોકો કહે એમ કર્યા કર્યું. આમેય મારા