વિદ્યાર્થીજીવન : એક પ્રયોગશાળાડૉ. અતુલ ઉનાગર વિદ્યાર્થીજીવન સ્વ-વિકાસના હેતુથી અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું હોય છે. તે પોતાની જાતને સર્વાંગીણ રીતે વિકસાવવા માટે એક સાધક બનીને કઠોર પરિશ્રમ કરે છે. પોતાની આસપાસની સૃષ્ટિ તેને વિકસવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. રોજબરોજની જિંદગીમાં અનેકવિધ નાની મોટી સમસ્યાઓ અને ઘટનાઓ ઘટતી હોય છે. જે અનેકવિધ અવસરોનું નિર્માણ કરે છે. ટુંકમાં આ સૃષ્ટિએ આપણા સૌના વિકાસ માટે એક સુનિયોજિત યોજના ઘડી કાઢી હોય છે. દુનિયાની દરેક વ્યકિત એકબીજાથી ભિન્ન છે. એટલે કે અનન્ય હોય છે. દરેક વ્યક્તિનું વ્યકિતત્વ અને પ્રકૃતિ વિશેષ હોય છે. આપણે ક્યા બીજનાં વૃક્ષ છીએ