આગળ ના ભાગ માં આપણે જોયું કે,"પ્રેયસી પહેલા દિવસે શું કરવા મગજમારી માં પડે છે અને સીધો છોકરો હતો તે ખોટી વાત વધારી . હવે સોરી કહી દે. " આરોહી પ્રેયસી ને સમજાવતા બોલી . "હું સીધું નહિ કહું. મેસેજ કરી દઇસ ." પ્રેયસી બોલી . "અચ્છા સારું." આરોહી પણ તેની સાથે સહમત થઇ . હવે આગળ,PART - 7 "દોસ્તીનો અંત?" આધુનિક એવી આ સોશ્યિલ મીડિયા ની જિંદગી માં કોઈ વ્યક્તિ નો સંપર્ક કરવો એટલો પણ મુશ્કેલ ન હતો. ક્લાસ નું બધા વિધાર્થીઓ નું એક વૉટ્સઅપ ગ્રુપ બન્યું હતું . એમાંથી આરવ નો નંબર લઇ પ્રેયસી એ આરવ ને ટેક્સ્ટ મેસેજ કર્યો ,"Hey. Preyashi