મનસ્વી રોતા રોતા આકસ્મિકપણે ખુરશીની સામે ઉભેલા આકાશને વળગી પડી.આકાશ થોડો હલ્યો ખરી પણ અત્યારે મનસ્વીને સાચવવું આવશ્યક હતું. શાયદ મનસ્વીને મા ના ખોળાની આવશ્યકતા પડી હશે એ વિચારે આકાશ એને એમજ રહેવા દઈ એના માથા પર હાથ મૂકી એના વાળ સેહલાવતો રહ્યો....... લગભગ અડધી કલાક આ જ સ્થિતિમાં રહેતા રહેતા મનસ્વી નિંદ્રાધીન અવસ્થામાં સમાઈ ચુકી હતી. આકાશનું ધ્યાન પડ્યું એટલે મનસ્વીને એકદમ શાંતિથી બેડ પર સુવડાવીને ચાદર ઓઢાડી પોતે નીચે સૂઈ ગયો, પણ આજે આકાશને સ્વપ્ન નગરીમાં પ્રવેશ મળે એવા કોઈ આસાર જણાતા ન હતા. છેલ્લા બે - ત્રણ દિવસથી