પ્રકરણ – નવમું/૯ મીરાંનો નંબર આપી કેશવલાલનો આભાર માનીને સૌ બહાર ગેઈટની બહાર નીકળ્યા. ત્યાં જ મીરાંનો ફોન રણક્યો. મોબાઈલ હાથમાં લઈને જોયું તો કોઈ અનનોન નંબર હતો.. કોલ રીસીવ કરતાં મીરાં ‘હેલ્લો’ બોલી.બેથી ત્રણ વાર મીરાં હેલ્લો.. હેલ્લો.. બોલતી રહી પણ સામા છેડેથી કોઈ જ રીપ્લાય ન જ આવ્યો.ચિંતિત ચિત્ત અને ચહેરા સાથે મીરાં કોલ ડાયલ કરતાં બોલી,‘હેલ્લો.’ ‘હેલ્લો, દીકરા મમ્મી બોલું છું. સાંભળ હું આવતીકાલે....’ આટલું સાંભળતા ફરી કોલ કટ થઈ ગયો. પણ વૈશાલીબેનનો અવાજ સાંભળીને મીરાંની ધારણાંના ધબકારાની ગતિનું લેવલ સામાન્ય થયું.થોડી ક્ષણો પછી ફરી કોલ આવ્યો એટલે વૈશાલીબેન બોલ્યા,‘મીરાં અમે વહેલી સવાર સુધીમાં આવી જઈશું. અને મારા મોબાઈલની બેટરી સાવ