પત્તાનો મહેલ - 4

  • 2.7k
  • 1.3k

પત્તાનો મહેલ પ્રકરણ 4 તે દિવસે પોસ્ટમાં એક પત્ર આવ્યો. રાજીવ મહેતાનો હતો. બેંગ્લોર બોલાવ્યો હતો, શા માટે? કશું જ નહી. તારો પ્રૉબ્લેમ સોલ્વ કરવો છે . આવી જા દોસ્ત – જેવા ટૂંકા ચાર અક્ષરોના પાંચ વાક્યોમાં એણે પત્ર પૂરો કરી દીધો હતો. રાજીવ… સ્કૂલનો પ્રતિસ્પર્ધી – શ્યામલીનો ત્રિકોણ… જો કે છેલ્લે એ ત્રિકોણ ખૂલી ગયો હતો… મારી જેમ એ પણ તરછોડાઈ ગયો… જાણે કેટલો બધો ગાળો વીતી ગયો. બોમ્બેથી ૨૦૦ કિ.મી. દૂર બેલગાંવની હોસ્ટેલમાં સાથે લડતા … ઝગડતા… શરાબનો કટ્ટર દુશ્મન રાજીવ…તે દિવસે હું ધમ્મ દઈને પછડાયો… જો કે તે એકલો જ હતો… રૂમ આખો શરાબની બદબૂથી તરબતર હતો