આવિષ્કાર

(12)
  • 3.5k
  • 2
  • 718

"આલુ કમ બેબી... જો ડેડી તારા માટે શું લાવ્યા છે? " સિદ્ધાર્થે ઘરમાં પ્રવેશીને જોરથી બુમ લગાવતાં કહ્યું. આલોક દોડતો તેના પપ્પા તરફ આવ્યો. "શું લાવ્યા છો ડેડી? " "આ જો. આ છે રોબોટ! આ તારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખશે. તને કાંઈ પણ જોઈએ એનો કમાન્ડ તું એના રિમોટમાં આપીશ કે તરત એ તારું કાર્ય પૂર્ણ કરી દેશે. બોલ કેવું લાગ્યું આલુ? " "મસ્ત છે ડેડી. હું આનું નામ શું રાખું? " "તું જ વિચાર. " "મોમ રાખું તો કેવું રહેશે ડેડી? " "બટ આલુ- " "ફાઇનલ ડેડી હું આને મોમ જ કહીશ. " આલોક ખુશ થઈને રિમોટ ખેંચી જતો