રોજ ની જેમ સાંજે ઓફિસે થી ઘરે આવ્યો. થોડું અજુકતું લાગતું હતું. કોરોના ની મહામારી માં બધું અસમંજસ લાગી રહ્યું હતું. ઘરે પહોંચતા ની સાથે જ વાઈફ નું લિસ્ટ ત્યાર હતું. થોડી ગ્રોસરી વસ્તુ લાવાની હતી અને વાઈફ ને કાન ના ડૉક્ટર પાસે જવાનું હતું. ફટાફટ ઘરે આવી વાઈફ અને લિસ્ટ લઇ ને નીકળી પડ્યા. ડૉક્ટર પાસે પોહચ્યા અને ચાલુ થયો સિલસિલો. પટેલ સાહેબે તપાસી ને કીધું કે બેન ના કાન ના પડદા માં નાનું અમથું ટાંકણી ના ટોપચા જેવું છેદ છે. બે થી ત્રણ સીટીંગ કરવી પડશે , મશીન માં થી દવા કાન માં નાખી પડદો બુરવો પડશે. હજુ