મલ્હાર ભાગ ૧

(11)
  • 3.6k
  • 1.5k

મ્લહાર...૧ભાગ ૧ નાની હતી ત્યારથી જ ઉંચી ઉડાનના સ્વપ્ન ખરીદનાર અને તેને પૂર્ણ કરવા પતંગિયાની જેમ પાંખો પ્રસારી એક એક ફૂલોના રસને ચાખનારી,કલ્પનાના ઝૂલે ઝૂલનારી એ સુંદર પરી જેવી યુવતી એટલે મલ્હાર. ઘરમાં પિતાને દાદીમાં ની લાડકી હરણી જેવી ચંચળ અને મૃગાંક્ષી નયનો,સુંદર નાકનકશો ને ગોરેવાન.આસમાનની સુંદર પરી લાગતી જ્યારે નાની હતી ,હવે તો સુંદર અપ્સરા..!જ જોઈલો. નાની હતી ત્યારે જ *મા*ને ગુમાવી ચૂકી હતી.પણ પિતાને દાદીએ ક્યારેય તેને પાંચ વરસ સુધી જણાવ્યું જ નહોતું કે તેની મા નથી. કહેતા કે,”તે તો આકાશમાં ગઈ છે પાછી આવશે,તારી જોડે રમશે અને