સામાન્ય રીતે તો એજ સાંભળવા મળે છે કે છોકરી હોઈ એટલે શોપિંગ, અને ફરવાનું પહેલા જોઈએ. પરંતુ પલક એક એવી છોકરી છે કે જે આ બધી બાબતોમાં ઓછું મહત્વ આપતી. અને પ્રેમની પરિભાષા જાણે ખૂબ જ સારી રીતે જાણતી. પલક અને રુદ્રમાં એક ખાસ વાત એ હતી કે બંનેને પ્રેમમાં દેખાડો પસંદ નહોતો. બંનેની દુનિયા જ જાણે અલગ હતી. બંનેને એકબીજા સાથે રહેવું ગમતું હતું, એકબીજાની કેર કરવી ગમતી હતી, લાગણીઓ શેર કરવી ગમતી હતી, સુખની કે દુઃખની બધી જ વાતો એકબીજાને કહેવી ગમતી હતી. આખરે રુહીની કોલેજની છેલ્લી પરીક્ષા પણ આવી ગઈ અને જેની સાથે જ પલક તૈયારી કરીને