યોગ-વિયોગ - 34

(342)
  • 24.9k
  • 17
  • 16.3k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૩૪ અભય એની સામે ઝેર ઓકતી નજરે જોઈને ઉપર ચડી ગયો. જાનકી જવાબ આપ્યા વિના પોતાના ઓરડા તરફ આગળ વધી ગઈ. ડ્રોઇંગરૂમની વચ્ચોવચ ઊભેલી વૈભવી ફસ્ટ્રેશનમાં બરાડી, ‘‘હું આજે આ વાત કરવાની છું, ઘરના બધા લોકોની હાજરીમાં...’’ અને પછી પોક મૂકીને રડી પડી. જાનકી આગળ વધી. એણે વૈભવીના ખભે હાથ મૂકવાનો પ્રયત્ન કર્યો, ‘‘ભાભી ! ’’ પણ વૈભવીએ એનો હાથ ઝાટકી નાખ્યો, ‘‘મને કોઈની સિમ્પથીની જરૂર નથી. હું મારા પ્રશ્નો જાતો જ સોલ્વ કરી લઈશ.’’ એ સોફા પર બેસી ગઈ. ગુસ્સામાં ને અપમાનમાં અકળાયેલી વૈભવીને કંઈ જ સૂઝતું નહોતું. એને એટલું સમજાતું હતું કે અભય