સાર્થક જીવન

  • 3.9k
  • 2
  • 804

(Day 4) મારા અંતિમ શ્વાસ ચાલી રહ્યા છે. એ પહેલાં મારો સમગ્ર ભૂતકાળ આંખો સામે આવીને નીકળી રહ્યો છે, તો ચલો તમે પણ જાણી જ લો મારા આ જનમની દાસ્તાન.. (Day 1) સોમવારે મારો જન્મ થયો હતો. મારી માઁ તો ઈંડા મૂકીને ખબર નહીં ક્યાં નાસી ગઈ હશે! મારી સાથે જ મારા બીજા બે ભાઈ અને ચાર બહેનોનો જન્મ થયો હતો. જન્મ્યાં બાદ અમે તો ગાંડાઓની જેમ એકબીજાની સામું જોઈ રહ્યા હતાં. હજુ અમારી આસપાસ બીજા ઢગલો ઈંડા પડેલાં હતાં. મને ઘડીક તો થઇ ગયું કે મારી માઁએ ઈંડા મુકવાનું જ કામ કર્યું લાગે છે. અમે થોડા સ્વસ્થ થયાં બાદ