પુસ્તક પરિચય જાહેરમાં સૌથી ઓછો ચર્ચાતો અને ખાનગીમાં સૌથી વધુ જોવાતો જો કોઈ વિષય હોય, તો એ છે ‘પોર્નોગ્રાફી’. લગભગ બે વર્ષ પહેલાં આ પુસ્તક લખવાની શરૂઆત એક લેખથી થઈ હતી. ત્યારે પોર્ન વિષય પરનો લેખ લખતી વખતે હું તેની વાસ્તવિકતાથી વાકેફ નહોતો. પોર્ન વિષયક વૈજ્ઞાનિક સંશોધનો અને અભ્યાસોનો એક પણ લેખ ત્યારે વાંચ્યો નહોતો. મારી ઈચ્છા હતી કે લેખમાં હું સંસ્કૃતનું એક પ્રચલિત વાક્ય ‘अति सर्वत्र वर्जयेत्’ મૂકીશ, અને પછી લખીશ કે ‘કંઈપણની અધિકતા ઝેર સમાન છે.’ – આવું લખીને હું પોર્નનું અમુક અંશે સમર્થન કરી લેવા ઈચ્છતો હતો. – જ્યારે મેં એ લેખ લખવા ઇન્ટરનેટ પર સંશોધન કરવાનું