જિંદગી ની આંટી ઘૂંટી ભાગ-૧

(15)
  • 5.7k
  • 1
  • 2.4k

જિંદગીની આંટીઘૂંટી ભાગ-૧મહેશભાઈ આજે 60 વર્ષની ઉંમરે તેમના આલિશાન બંગલા ના ,બગીચા ના બહાર હિંચકે બેઠા બેઠા આકાશમાં મીટ માંડી છે ,એક સમયના ઉદ્યોગપતિ અને આજે પણ તેનાથી વધુ પૈસાની રેલમછેલ એમના ઘરમાં છે. પણ પરિવાર !!બસ એટલે જ આકાશ સામુ જોઇ ઈશ્વરને કંઈક કહી રહ્યા હોય તેમ કે હે પ્રભુ કેવી આ જિંદગીની આંટીઘૂટી છે, જે ચક્ર વ્યુહ માંમાણસ ફસાતો જાય છે, અને તેને કદાચ કોઈ રસ્તો મળતો જ નથી, હવે શું કરવું છે, આવી જિંદગીને જેની ગૂંચો ઉકલે છે પાછી વીંટળાય છે પાછી ઉકલે છે, શું દરેકની જિંદગી આવી આંટીઘૂંટીઓ થી ભરેલી હશે, કે મારા એકલાની જ છે,