પ્રેમામ - 17

  • 3.9k
  • 1
  • 1.5k

આ મિત્રોનું ગ્રુપ પોલીસ દળ સાથે દેહરાદુન તરફ આગળ વધી ગયું હતું. જોતજોતામાં દેહરાદુન આવી ગયેલું. જે ઘરમાં ડોક્ટર લીલી હર્ષ સાથે વસવાટ કરી રહ્યા હતાં. એ ઘરની પોલીસએ તપાસ કરી જોયેલી. કેટલીક શોધખોળ બાદ કેટલાંક પત્રો હાથે ચઢ્યા. અને એમાંનો એક પત્ર એક અઠવાડિયા પહેલાં લખાયેલો હતો. પત્રમાં કોઈ નામ કે અન્ય વિગતો નહોતી. પરંતુ, એટલું જ લખેલું હતું કે બે દિવસમાં કામ કરવું પડશે. આ બાબત પરથી એક વાત સ્પષ્ટ હતી કે, આ હત્યા કર્યાના બે દિવસ પહેલાંનો સંદેશા વ્યવહાર હતો. અર્થાત પ્લાનીંગ સાથે આ મર્ડર કરવામાં આવ્યો હતો. પરંતુ, સામેની વ્યક્તિ કોણ હતી? અને આ સ્માર્ટફોનના જમાનામાં