Hostel Boyz - 18

  • 2.6k
  • 1
  • 1k

પ્રસંગ 27 : પ્રિન્સિપાલની ઓફિસમાં ધમાલ થર્ટી ફર્સ્ટની ઉજવણી બાદ કોલેજ પ્રશાસન તરફથી અમારું સરઘસ નીકળવાનું નક્કી હતું. થર્ટી ફર્સ્ટની ઉજવણી અમારા બધા માટે ભારે પડવાની હતી તેની અમને બધાને કલ્પના પણ નહોતી. અમારા ક્લાસના પાછલા રેકોર્ડ જોતાં કોલેજ પ્રશાસને અમારા ક્લાસના બધા છોકરાઓને તો માફ કરી દીધા પરંતુ અમારા ક્લાસનું moral તોડવા માટે તેણે અમારા ક્લાસની છોકરીઓને ધમકાવી અને તેઓને સજા આપવાનું નક્કી કર્યું હતું. 31st ના રોજ કોલેજ બંક કરવા માટે અને છોકરાઓ સાથે ઉજવણી કરવા માટે છોકરીઓને punishment આપવામાં આવી. punishment એ હતી કે દરેક છોકરી પોતાના parents ને સાથે લઈને પ્રિન્સિપાલની ઓફિસમાં રૂબરૂ માફી માંગે. બધી