લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 12

(25)
  • 4.2k
  • 5
  • 2k

રાતના મોડે સુધી બંનેની વાતો ચાલતી રહી. એકબીજાને બાઈ બોલ્યા પછી પણ એકબીજાના વિચારોમાં બંને કયાં સુધી જાગતા રહયા. વિચારોમાં નિંદર કયારે આવીને સવાર કયારે થયું ખબર ના રહી. આજે રવિવારના કારણે સ્નેહાને ઓફિસ પર રજા હતી. તે થોડી મોડી ઊઠીને ઘર કામમાં લાગી ગઈ. આખા અઠવાડિયાનું ભેગું થયેલું કામ તેને આજે રવિવારે જ પુરુ કરવાનું હોય. આખો દિવસ તે કામમાં એટલી વ્યસ્ત રહેતી કે તેને મોબાઈલ હાથમાં લેવાનો સમય ના રહેતો ને તેમાં પણ જો સપના રવિવારે આવી હોય તો પછી બીજું કોઈ કામ ના થાય ને તેની સાથે ફરવામાં સમય નિકળી જતો.