ખાલીપો - 1

(12)
  • 5.7k
  • 2.1k

ખાલીપો ! ભાગ 1. આજે સવારે પાંચ વાગ્યામાં ઊંઘ ઊડી ગઈ, કરવું શું? સવારના પાંચથી સાંજના દસ સુધીનો અજગર જેવો લાંબો દિવસ કેમ નીકળશે? કરવા માટે શું હોય? એમનું ટિફિન ધીરે ધીરે કાચબાની ગતિએ કરીશ તો પણ એક કલાક અને એક કલાકમાં કચરા પોતા. બાકી નાના મોટા કામ, બહાર ખરીદીના બહાને આંટો મારી આવું તો પણ જઇ જઈને કેટલો સમય જાય? ટીવીમાં તો કઈ જોવું ગમતું નથી, વાંચવામાં રોજ ગીતા હાથમાં પકડી બેસવાનું, સમજાય કાય નહિ પણ પુણ્ય કમાવા એટલું તો વાંચવું પડે ને. ઉપરથી નવરા પડ્યા બે વખત ભગવાનના નામ લઈ લઈએ. બપોરે આંખ બંધ થાય તો થોડી નિરાંત