પહેલા વરસાદનો સ્પર્શ

(16)
  • 3.3k
  • 978

કાવ્યાને આજે છોકરો જોવા આવવાનો હતો. મમ્મી એ ઘરે વહેલા આવવા માટે કીધેલ, પરંતુ કાવ્યા ની સ્કૂટી સવારે કોલેજ જતી વખતે જ બંધ થઈ ગયેલ હોવાથી તેની સ્કૂટી ગેરેજ માં મૂકીને જ કોલેજ જતી રહેલ. કાવ્યા કોલેજ થી છૂટી બસ ની રાહ જોઈને ઉભી હતી. એટલા માં અચાનક મોસમ નો પહેલો વરસાદ શરુ થયો. પહેલા વરસાદ ની એ માટીની સોડમ ચારે બાજુ ફેલાઈ રહી હતી અને વરસાદ પોતાના સંગીત ની ધૂન નાં તાલે નાચી રહ્યો હતો અને બીજાને નચાવવા પણ મથામણ કરી રહ્યો હતો. ઘણા વર્ષો બાદ આજે જાણે વરસાદ ધરતીને મળી રહ્યો હોય અને ચૂમી રહ્યો હોય એવું લાગતું