હવે તો રોજ મળવાનું અને વાતો કરવાનું વધી ગયું. એક સેકંડ માટે પણ એકબીજા વિના ચાલે નહીં. પહેલાં ચોરી છૂપી મળતાં આ બંને આખી કૉલેજમાં ચર્ચિત થયાં પણ સારી છબીમાં કેમકે પહેલાં જૈમિકની છબી કૉલેજમાં સારા વ્યક્તિત્વમાં તો થતી નહોતી ને..........! પણ ધીરે ધીરે વધતી આ બંનેની નજદીકીએ જૈમિકને એક નવી અને સારી છબી પ્રસ્થાપિત કરવાનો મોકો આપ્યો. બંનેના વધતાં જતાં સંબંધોથી જૈમિક નેત્રિને એક જીમ્મેદાર વ્યક્તિ બનીને સાચવવા લાગ્યો. નેત્રિના પ્રેમથી એનામાં એટલું પરિવર્તન આવવા લાગ્યું કે એને એ પરિવર્તન ક્યારેય વિચાર્યું જ નહોતું. જૈમિક વગર કામે લોકો સાથે રખડવાનું,ઝઘડવાનું