પિશાચિની - 12

(81)
  • 8k
  • 5
  • 3.9k

(12) ‘શીના, એકવાર હું મરવા તૈયાર છું, પણ તારી જુદાઈ હું સહન કરી શકું એમ નથી.’ જિગર જુસ્સાભેર કહેવાની સાથે, વડના ઝાડ નીચે મંત્રનો જાપ કરી રહેલા પંડિત ભવાનીશંકર તરફ આગળ વધી ગયો હતો. તે બે પગલાં આગળ વધ્યો, ત્યાં જ અત્યારે જિગરના માથે સવાર અદૃશ્ય શક્તિ શીના બોલી ઊઠી : ‘જિગર ! પાગલપણું ન કર. ઊભો રહે. તું મંડળની અંદર ન જઈશ, નહિતર ભસ્મ થઈ જઈશ !’ જિગર પંડિત ભવાનીશંકરની ચારે બાજુ ખેંચાયેલી સફેદ રેખા-મંડળથી બે પગલાં દૂર ઊભો રહી ગયો. તે ભવાનીશંકર તરફ જોઈ રહ્યો. ભવાનીશંકર હજુય બંધ આંખે, ઝડપભેર મંત્રનો જાપ કરી રહ્યો હતો. જિગરે ભવાનીશંકરના આ