માહીએ પોતાના વાળની લટઠીક કરી. પ્લેટફોમૅ પરની ભીડમાંથી રસ્તો કાઢી આગળ વધી. કેટલા યે અવાજો સંભળાઈરહ્યા હતા. ફેરિયાઓના, બાળકોના, સામાનના...ટેૄન સ્ટેશન પર આવી ગઇ હતી. ભાગાભાગ થઇ રહી હતી. માહી પોતાના હિલ્સવાળા સૅન્ડલથી પગલા ભરતી ફસ્ટૅ કલાસના ડબ્બાના દરવાજા પાસે પહોંચી. એક હાથે હૅન્ડલ અને બીજા હાથે સામાન પકડી એ ડબ્બામાં પ઼વેશી. હવે પોતાની સીટ શોધવાની હતી. સીટનો નંબર વાંચ્યો, પોતાનો સામાન ગોઠવવા લાગી. અચાનક એને અવાજ સંભળાયો. માહી... એ જ રેશમી અવાજ...જાણે અવાજના સ્પૅશથી એ ઓગળવા લાગી. રંગબેરંગી ફૂલોના કોઇ સુગંધિત દરબારમાં એઊભી હોય એવો મીઠડો અહેસાસ એને થયો. આચંકા સાથે ટે્ન ચાલુ થઇ. માહીની નજર અવાજની દિશામાં ગઇ.