રિવાજ - 3 - અજાણ્યું પાસું

  • 3.7k
  • 1
  • 1.1k

પ્રકરણ ૩ વર્ષાઋતુ ના વધામણાં કરવા આતુર હોય એમ મોરલાઓ પોતાનો મીઠો મધુર આલાપ કરી રહ્યા હતા . વાદળાઓ સૂર્યના તાપને ઢાંકીને હિલ સ્ટેશન જેવું માદક વાતાવરણ ઉભુ કર્યું હતું .વરસાદ ના લીધે ભીના થયેલા રસ્તાઓમાં ગારો ઉડાડતી એક એમ્બેસેડર પૂરપાટ વેગે લીસોટા કરી રહી હતી . લટાર મારતો હતો ત્યારે મારું ધ્યાન ગયું કે main gate ની જગ્યા એ આખું ગોળ ચક્કર મારી ને કાર પાછળ ના દરવાજે ઊભી રહી . રસ્તાઓ નાં ખાડાઓમાં પાણી ભરાઈ જવાથી મારા પર ગારા માં છાંટા ઉડ્યા હોત પણ હું સમયસૂચકતા વાપરીને થોડો પાછો ગયો .