બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 1

  • 5.4k
  • 1.8k

એકદમ ધૂળથી ખરડાયેલા કપડાં અને પસીનાથી લથપથ થયેલો આર્ય ઘરમાં મોટે થી રડતા રડતા પ્રવેશ્યો અને ધબાક કરતો સોફા પર પડ્યો. રસોડામાંથી લોટવાળા હાથે માથું પોછતા મમ્મી બહાર આવી બોલી શું થયું મારા દીકરાને આજે પાછું કોની સાથે ઝગડો થયો. મમ્મી પેલો રાજુ અને એનો મોટો ભાઈ મને રોજ હેરાન કરે છે, હું નાનો છું એટલે બધા મને કાયમ છેલ્લે જ ક્રિકેટ માં દાવ આપે છે અને અંચઈ કરે છે. એનો મોટો ભાઈ સાથે હોવાથી એની સામે કોઈ નથી બોલી શકતું, બધા બાળકો એનાથી બઉ પરેશાન થઈ ગયા છે. શું કરું હું? હવેથી હું એ લોકો સાથે નઈ જાઉં રમવા.