ટીચર સ્ટુડન્ટ્સ ની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 32 (અંતિમ ભાગ)

  • 3.7k
  • 1
  • 1.3k

એક દિવસીય કલા સંગમમાં શહેરના ઘણાં ખ્યાતનામ કલાકારો આવ્યા હતા. બધા કલાકારો આવી રહ્યા હતા. યજમાન કંપનીના થોડા કર્મચારીઓ કલાકારોનું આગતા સ્વાગતા કરી રહ્યા હતા. કલા સંગમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. શહેરના મોટા મોટા ઉદ્યોગપતિઓ ને આમંત્રણ મળ્યું હતું. યજમાન કંપની એટલે શાહ આયુર્વેદિક કંપનીના પોસ્ટર દરેક સ્થળે મારવામાં આવ્યા હતા. આ કંપનીના 400 જેટલાં કર્મચારીઓને મનોરંજન પૂરું પાડવા હેતુ તેમજ પ્રોત્સાહન આપવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. થોડી જ વારમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ આવવા લાગ્યા હતા. તેમાંથી એક અક્ષર પણ હતો. અક્ષરને જોઈને તે ચકીત થઈ ગયો અને ખુશ પણ હતો. કિશન મંચ પર ગયો અને ત્યાં