ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-4

(118)
  • 9.4k
  • 5
  • 6.3k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-4 નીલાંગ સવારે વહેલો ઉઠી ગયો હતો એણે એની આઇને કહ્યું આઇ આજે મારે વહેલાં જવાનું છે એક પબ્લીશર્સને ત્યાં ઇન્ટરવ્યુ છે અને આઇ હવે તું ચિંતા ના કરીશ તારો નીલુ ખૂબ મહેનત કરશે અને તને રીટાયર્ડ કરી દેશે. નીલાંગની માં નીલાંગની સામે જોઇ રહી એણે પોતાનાં ચહેરાની વાસ્તવિકતા સમજવા જાણે પ્રયાસ કર્યો એની આઇં હાવભાવ બદલાયાં થાકેલાં ચહેરાં પર સ્મિત આવ્યું. એમણે કહ્યું નીલુ બેટા હજી આજે ઇન્ટવ્યુ આપવાનો છે નોકરી નથી મળી અને તું મારી ચિંતા ના કર હવે મને આ બધુ કામ કરવાની ટેવ પડી ગઇ છે હવે હું કામ નહીં કરું તો જીવીજ નહીં