પગરવ પ્રકરણ – ૧૯ સુહાની જેવી કેબિનમાંથી બહાર નીકળી કે ચાપલુશી કરનાર વિશાલે તરત જ એની સામે નજર નાખીને ધીમેથી બબડ્યો, હવે તો સાહેબ સાથે વાત કરવા જવામાં કેબિન પણ ખાલી નહીં મળે...ખબર નહીં જુવાન છોકરીઓને આવાં આપણાં જેવાં સ્માર્ટ છોકરાઓને છોડીને આવાં બુઢ્ઢાઓ સાથે વાતો કરવામાં શું મજા આવતી હશે આ છોકરીઓને ?? બાજુમાં બેઠેલો વરૂણ હસીને બોલ્યો, પ્રમોશન જલ્દી મળે ને એટલે.... સુહાનીનાં ચકોર કાને આ વાત સાંભળી પણ એને સામે કંઈ પણ જવાબ ન આપ્યોને એ પોતાની જગ્યાએ જઈને બેસી ગઈ. આટલીબધી વાર થતાં અને સુહાનીનો ચહેરો જોઈને ધારા એની પાસે આવીને બોલી,