યોગ-વિયોગ - 33

(357)
  • 25.9k
  • 14
  • 16.8k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૩૩ અંજલિની બંધ આંખોમાંથી આંસુનું એક ટીપું સરી પડ્યું. રાજેશે એ ટીપું લૂછી નાખ્યું, એનો હાથ પકડ્યો, ‘‘આઈ લવ યુ અંજુ. તું ધારે છે અને માને છે એનાથી ઘણો વધારે પ્રેમ કરું છું હું તને...’’ અંજલિએ હળવેકથી આંખો ઉઘાડી. પોતાના સૂકા હોઠ પર જીભ ફેરવી, પછી રાજેશની સામે જોયું- ‘‘રાજેશ, કદાચ આજે સમજી છું પ્રેમનો અર્થ...’’ વસુમા નજીક આવ્યાં. એમણે અંજલિના માથે હાથ ફેરવ્યો, ‘‘કોઈ વાત માટે જીવ ના બાળીશ બેટા, પહેલાં સાજી થઈ જા. પછી બધી વાત.’’ ‘‘સાજી ? સાજી થતાં તો હવે દોઢ મહિનો થશે. ફ્રેક્ચર છે પગમાં...’’ પછી ચહેરો બીજી તરફ ફેરવી