જીવનશિક્ષણ વિષયક કેળવણી - 2 - સંતાનોના સર્વાંગીણ વિકાસને ચાહતાં અભિભાવકો ઘરને આવી રીતે બનાવી શકે છે

  • 5.2k
  • 1
  • 1.7k

સંતાનોના સર્વાંગીણ વિકાસને ચાહતાં અભિભાવકો ઘરને આવી રીતે બનાવી શકે છે વિદ્યાલય. સતત શીખવું અને વિકસવું એ માણસ માત્રને મળેલી એક અણમોલ ભેટ છે. વ્યક્તિ પોતે શિક્ષિત બને તે માટે તે જીવનભર પ્રયત્નશીલ રહે છે. જન્મથી જ માનવ-જીવન પરાવલંબી હોય છે. તે ધીરે ધીરે શીખતાં શીખતાં પોતાની જીવનશૈલીને આત્મનિર્ભર બનાવવા માટે અથાગ પરિશ્રમ કરે છે. શૈશવ અવસ્થાથી જ શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક વિકાસ માટે માણસ વિદ્યાર્થી બનીને અનુભવી શિક્ષકોનો સહારો લઈને પોતાનુું વ્યક્તિત્વ ઉન્નત બનાવે છે. પ્રાચીન કાળથી જ માનવ જીવનને ચાર આશ્રમોમાં વિભક્ત કર્યું છે. બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્થ આ ચાર આશ્રમોની