ઘર ની શેરી એ થી બહાર નીકળતા જ જાણે નવી દુનિયા આવી જતી. આ ખડકી ના સિવાય શહેર નો ભાગ્યે જ કોઈ ખૂણો આ કોન્ક્રીટ જંગલ ની ચુન્ગાલ માંથી આમ આબાદ છટકી ગયો હશે. દાયકાઓ સાથે શહેર ના રંગ રૂપ બદલાતા ગયા, પણ આ ખડકી કાળ ની એ થપાટો જીરવી ગયી - જાણે કોઈ શૂરવીર યોદ્ધો ચારે બાજુ થી ઘેરાવા છતાં અડીખમ ઉભો રહી લડતો રહે! એક રીતે જોતાં શહેર નો અતુલ્ય વારસો અને રાજવી ઈતિહાસ નો આ એક જ પુરાવો બચ્યો હતો. ખડકી માં ગણતરી ના 12-15 ઘર હશે, પણ બધાયે એક થી એક ચડિયાતા. સ્થાપત્યકળા ના અભ્યાસુઓ અવારનવાર