શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયોપ્રકરણ ૧૦: "છોરાની છાતીમાં છૂરો"હોસ્પિટલ એક એવી જગ્યા છે જ્યા અવનવા કિસ્સાઓનો ખજાનો પડેલો છે,એ ખજાનાની અમૂલ્ય રત્નો જેવી ઘટનાઓ ઘણી વાર તમારી સામે આવી જાય છે,મારો આ અનૂભવ પણ આવો જ કંઇક અટપટો અને અજૂગતો જ હતો.સાંજનો ૮:૩૦ નો સમય,એક ૧૨ વષૅના છોકરાને ઉચકીને ૨૦ લોકોનુ ટોળુ સિધુ વોડૅમાં જ ઘૂસી ગયુ. સૌથી પહેલા એ છોકરાના બધા સગા અંદર આવ્યા એટલે અમે વિચારમા પડ્યા કે સાલુ પેશન્ટ ક્યા છે?આખા આ ટોળાની પાછળ એના પપ્પા અને કાકા બાળકને પકડીને ઉભા હતા, ટોળુ વિખેરીને જેવા અમે તે છોકરા પાસે પહોચ્યા, તરત જ તેણે મોટી ચીસ પાડી અને