ફરી મોહબ્બત - 14

(18)
  • 3.1k
  • 1
  • 1.4k

“ફરી મોહબ્બત” ભાગ : ૧૪“ઈવા...!!” અનય આશ્ચર્યથી બોલી પડયો. પરંતુ ત્યાં સુધી તો ઈવા પડખું ફેરવીને આંખ બંધ કરી દીધી."શું થઈ ગયું છે તને. આજે કશું પણ મન ના હોય તો ચાલશે. પણ બેબી મૂડ ઓફ કેમ કરે છે." અનય હંમેશા શાંત રહેવાનો પ્રયત્ન કરતો. પણ ઈવાએ કશું કહ્યું નહીં. અનય બેડ પર જ બેઠો ઈવાને એકીટશે જોતો રહ્યો. એ વિચારમાં પડી ગયો, "શું થતું હશે ઈવાને..મૂડ ક્યારે સારો રહે ક્યારે ખરાબ થઈ જાય એ જ સમજ ના પડે." દસ મિનીટ સુધી અનય શાંત ચિત્તે ઈવાની બાજુમાં બેસી રહ્યો. પણ અનયનો ઉચાટ વધતો જતો હતો. ભલે કશો આજે પ્યાર ના થાય.