વાત છે સોરઠની વિરાગનાની - 6

(12)
  • 3.3k
  • 3
  • 1.2k

સ્વયમ સાથે વાત કરીને મારા મનમાં એક નવી જ ઉંમગ જાગી હતી. મારા બાપુને બચાવવાની મારી મહેનત સફળ થશે તે વાત પર મને વિશ્વાસ થઇ ગયો હતો. જોકે, બાપુ મળી ગયા છે, સહિતની તમામ વાતો ર્માંને કહેવાની તો બાકી જ હતી. એ તો હજી પણ ચિંતા કરતી હશે તેવો વિચાર આવતા જ હું ચોંકી ઉઠી હતી. તરતજ ફોન કાઢયો અને બાજુમાં રહેતા સંજયને મેસેજ કર્યો કે, ર્માંને કહેજે બાપુ મળી ગયા છે. મારી તેમની સાથે વાત થઇ ગઇ છે. થોડા દિવસમાં જ તેઓ ઘરે પરત આવી જશે. મારે કોલેજમાં કંઇક કામ હોવાથી હું વડોદરા આવી છું, કામ પતી જશે એટલે