પ્રકરણ- ૮/ આંઠમું‘મીરાં..... હી ઈઝ મર્ડરર.એ ખૂની છે.’‘કોણ...??’ મીરાંએ થરથરતાં પૂછ્યું.‘એ મુસલમાન છે.. અનવર સિદ્દકી. એ વોન્ટેડ છે.. ક્રિમિનલ છે. મીરાં...’ સ્હેજ મોટા અવાજે અર્જુન બોલ્યો.‘કોણ અર્જુન કોણ..?’ આટલું બોલતાં મીરાંના ડોળા ફાટી ગયા. ‘મિહિર ઝવેરી....એ ભાગી ગયો. ૩ રાજ્યની પોલીસ તેને શોધે છે અત્યારે...'‘અઅઅ.. અર્જુન તું તું આ...આવી મજાક ન કરીશ પ્લીઝ.’ ધ્રુજતા ધ્રુજતા હાથે અર્જુનનો હાથ પકડતાં આટલાં શબ્દો તો મીરાંના સુકાવાં લાગતાં ગળામાંથી માંડ માંડ નીકળ્યા. એક સેકંડ માટે મીરાંની સામે જોયા પછી અર્જુન પર અચાનક વીજળીની જેમ તૂટી પડેલા આઘાતી સમાચારને લઈને છેલ્લાં ચાર કલાકથી તેના સમગ્ર શરીરમાં ચાલતાં ધમાસાણ ગતિવિધિથી તેના દિમાગની ફાટવા જઈ રહેલી નસોનો અસહ્ય