જોકર – સ્ટૉરી એક લુઝરની – 52

(77)
  • 6.9k
  • 6
  • 2.4k

જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 52 લેખક – મેર મેહુલ “તમને પ્રૉબ્લેમ ના હોય તો હું એને મળવા ઈચ્છું છું” વિકકીએ કહ્યું, “અંકલ વિશે મને સમાચાર મળ્યાં, જે થયું એ નહોતું થવાનું પણ નસીબને કોણ બદલી શકે છે? અને તમે જાણો જ છો,અંકલને પણ આ સંબંધમાં કોઈ પ્રોબ્લેમ નહોતી” “મને વાંધો નથી,પણ હાલ એ બહાર ગઈ છે તમે સાંજે આવશો તો એ મળશે” લાલજી પટેલના પત્ની રસિલાબેને કહ્યું. બન્યું એવું હતું,આકસ્મિક ઘટનામાં વિક્રમ દેસાઈ નિધીને જોઈ ગયેલો.પહેલી નજરમાં જ એ તેનાં દિલમાં વસી ગઈ હતી.નિધિની જાણકારી મેળવતાં માલુમ પડ્યું કે એ તો લાલજી પટેલની દીકરી છે.