વેધ ભરમ - 10

(181)
  • 10.4k
  • 4
  • 6.3k

રિષભ દર્શનના મમ્મી જયાબેનની પૂછપરછ કરી રહ્યો હતો ત્યારે જયાબેન બોલ્યા કે “આ ડાક્ણે જ મારા દર્શનનો જીવ લઇ લીધો છે. પહેલા અમને એનાથી અલગ કરી દીધા અને હવે મારા દિકરાને પણ છીનવી લીધો. મારા ગયા જનમના કાંઇક પાપ હશે કે આવી વહું અમને ભટકાઇ ગઇ.” આ સાંભળી રિષભ ચોંકી ગયો તેને સમજાઇ ગયુ હતુ કે “જયાબેન દર્શનની પત્ની શિવાની પર આરોપ લગાવી રહ્યા હતા.” રિષભ હજુ જયાબેનને પ્રશ્નો પૂછવા માંગતો હતો પણ જયાબેનની વાતો હવે વિલાપમાં બદલાઇ ગઇ હતી અને આ હાલતમાં તે કોઇ પ્રશ્નોના જવાબ આપી શકે એમ નહોતા એટલે રિષભે તેને પ્રશ્નો પૂછવાનુ બંધ કરી અંદર મોકલી