સ્પંદન - પ્રેમનો ધબકાર - (ભાગ-6)

  • 2.5k
  • 1
  • 730

સ્પંદન-૬બીજા દિવસે સવારથી જ રજતએ ડાયરી કેમ કરીને લેવી એવું વિચારતો તો.. પણ કઈ ખબર નહોતી પડતી...કે શું કરવું? પીન્કી ની ચેમ્બર તો બંધ હતી. રજત પાસે તો આજ સાંજ સુધીનો જ સમય હતો. સાંજે તો એને જતું રેહવાનું હતું. રજતની ડયુટી આજે 8 થી 8 ની હતી. ૧૧.૦૦ તો વાગી ગયા, હવે શું કરવું એને સમજાતું નહોતું. કામ માં પણ રજતનું મન નહોતું લાગતું. જો આજે ડાયરી નહી મળે તો પેલા KRRISHU ની કેમ ખબર પડશે? ને જો આજે નહી ખબર પડે તો આખું અઠવાડિયું એના જ વિચારો આવ્યા રાખશે.... સર્જન સાથેના વોર્ડના રાઉન્ડમાં હતો ત્યારે પણ એનું મન