કોરોના કથાઓ - 12 - કોરોના ડોક્ટરની કહાણી

  • 2.6k
  • 1.1k

કોરોના ડોક્ટરની કહાણીહજુ રિઝલ્ટ આવ્યું. હું ફાઇનલ M.B.B.S.માં પાસ થયો હતો.હાઈસ્કૂલમાં આવ્યો ત્યારથી મારૂં અને ઘરનાં સહુનું સ્વપ્ન હતું કે કુટુંબમાં એક ડોક્ટર હોય. સફેદ એપ્રન અને સ્ટેથોસ્કોપનો માભો સમાજમાં હજુ અલગ જ પડે છે. તે મેળવવા મહેનત સારી એવી કરવી પડે છે પરંતુ મોટાભાગના ડોક્ટરો અમુક સમય જતાં આર્થિક રીતે સક્ષમ થઈ જાય છે અને તેમની જીવનશૈલી પણ ઊંચી હોય છે. એ સાથે માનવીનું જીવન બચાવવા, કમ સે કમ તેની પીડા દૂર કરવાનું કામ ભલે પૈસા લઈને પણ એક સેવા જ છે અને આ જન્મમાં મને તેની તક મળી. હું અને ઘરનાં સહુ અનહદ ખુશ હતાં.ત્યાં નવા ડોક્ટરોની ભરતી