પગરવ - 18

(78)
  • 5.1k
  • 5
  • 3.1k

પગરવ પ્રકરણ – ૧૮ સુહાની આજે બધું શરું થયાના લગભગ પંદરેક દિવસ પછી ઓફિસે આવી. બધાં હવે લાંબી રજાઓ બાદ હવે લગભગ કામ કરવાનાં રૂટિન મૂડમાં આવી ગયાં છે. આજે ખબર નહીં કોઈ દ્વારા સુહાની આવી રહી છે એનાં પહેલેથી જ સમાચાર મળી જતાં કેટલાંય લોકો જેવી એ ઓફિસમાં પ્રવેશી કે પોતાની જગ્યા પરથી છૂપી નજરે જોઈ રહ્યાં છે. સુહાનીનાં એની મોહકતા અને સુંદરતાને કારણે કેટલાયને ગમે છે. લોકો એની પાછળ તો પાગલ છે... જેટલાં કોલેજમાં હતાં એનાંથી ય વધારે ઓફિસમાં એનાં ચાહીતાઓ છે... એકલો દેખાવ જ નહીં પણ એનો મળતાવડો ને હસમુખો સ્વભાવ પણ લોકોને આકર્ષિત કરવા માટે મજબૂર