કરુણામૂર્તિ ‘મા’ની વિવિધ છબી ઝીલતી ગઝલ- ‘મા’

  • 3.8k
  • 1
  • 1k

કરુણામૂર્તિ ‘મા’ની વિવિધ છબી ઝીલતી ગઝલ- ‘મા’ તું હજી પણ સ્વપ્નમાં આવી મળે છે મા; આયખાની હા, બધી પીડા ટળે છે મા. તેજ આખા ઘરને આપે, જાત સળગાવી, કોડિયાની શગ થઈ હરપળ બળે છે મા. દૂર છે એ પણ કરે સંચાર મારામાં, રોમરોમે તેજ થઈને ઝળહળે છે મા. છે ઘણી અટકળ હજી પણ દીકરા વિશે, પણ સદાયે દીકરાને તો ફળે છે મા. રાખવાના દીકરા વારા કરે તેથી, ખૂબ સમૃદ્ધિ છતાં પણ ટળવળે છે મા.