કોને ખબર હતી કે જિંદગી જતા જતા એક નવોજ શ્વાસ દઈ જશે. આંખ બંધ થતા પેલા નવી ચમક જોઈ લેશે. અરમાનો ધ્વસ્ત થતાં -થતાં નવો વણાંક લઇ લેશે. શિખા સજળ આંખે આઈ . સી . યુ . ના કાચ માંથી સુતેલા 'વિરેન્દ્ર'ને જોઈ રહી હતી. ઓક્સિજન માક્સમાં વીરેન્દ્ર શ્વાસ ચાલુ હતા . કાડીયોગ્રામ સત્તત હૃદયની હિલચાલ બતાવતું ઉંચી નીચી થતી રેખાઓ દોરતું હતું. બહાર બેઠેલા ઘરના સભ્યોમાં વીરેન્દ્રની માતા શિવાય બે ચાર મિત્રો, ને ''શિખા'' બસ. બધાના ચહેરા પર એક ભયજનક એંધાણ વાર્તાતુ હતું. બહાર વરસાદ મુશળધાર વરસી રહ્યો હતો ને અંદર મન... , 'શિખા 'હોસ્પિટલની બારી પાસે આવીને ઉભી રહી