*કબ્રસ્તાન* રોજ સાવલી શાળાએ જતી આ જ રસ્તે , ત્યા એક કબ્રસ્તાન પડતું . સાવલીનો છેલ્લા દસ વરસથી આજ રસ્તો તેને માટે કાંઈજ નવું નહોતું .આજે ત્યાં એણે એક સાથે ઘણાં બધા માનવી જોયા,તેને થયું કોઈ મોટો માનવી મૃત્યુ પામ્યો લાગે છે..! મન વિચારે ચઢ્યું કોણ હશે ? શહેર મોટું હતું તેથી જાણ નહોતી ક્યાંથી આવ્યા છે પણ સ્ત્રીઓના કાળા કપડાં શ્રીમંતાઈની ચાડી ખાતા હતા.તેની માતા પણ અહીં જ દફનાવાઈ હતી એમ તેણે સાંભળ્યું હતું પણ ક્યારેય એના પિતા કે એ કબ્રસ્તાન માં આવ્યા નહોતા કે કદી ફૂલ કબર પર મૂક્યા નહોતા. આજે તેને અંદર