મારા વટુલાલ

  • 2.3k
  • 2
  • 680

વટુલાલ કહેતી હું એમને!! પપ્પાને બેન્કમાંથી અમદાવાદની પોસ્ટિંગ આવી હતી જેના લીધે અમે બરોડાથી અમદાવાદ આવીને વસ્યા હતાં. શાંતિનિવાસની પરમ શાંતિનાં સ્થાપક વટુલાલ જ હતાં. ત્યાંજ તો મળ્યા હતાં મને વટુલાલ!! તેમનાં શરીરની કરચલીઓ તેમને સહેવી પડેલી પીડાની અનુભૂતિ કરાવતાં હતાં. તેમનાં અંગો શિથિલ અવસ્થાએ હોય તેવું ભાસતું હતું. મારી ઉંમર ત્યારે આશરે દસેક વર્ષની હશે. વટુલાલની ઉંમર વિશે મને બાજુમાં રહેતા ચમનકાકાએ જણાવ્યું હતું કે તેઓ આશરે એંસી વર્ષનાં તો હશે જ!! પપ્પાની આ ત્રીજી બદલી હતી. હું માંડ સ્કૂલમાં નવાં દોસ્તારો સાથે સેટ થતી ત્યાંજ મારે એ અણગમતો વિરહ સહેવો પડતો. અમદાવાદ આવ્યાને મહિનો થઇ ગયો પણ અહીંયાના છોકરાઓ બહુ