સંશય

(12)
  • 4.1k
  • 1.4k

ન્યુ સ્ટાર ક્લબ ના પ્રાંગણ માં બે કપલ આરામથી ચા કોફી ની લિજ્જત માણી રહ્યા છે. સોફા પર બેઠેલ કપલ અને દુર ટેબલ પર બેઠેલ કપલ અરસ પરસ હતા.સમી સાંજ ની નિરવ શાંત વાતાવરણ, હમણાં હજી મેઘરાજા એ વિરામ લીધો છે. હળવા અહલાદકતા માં ટેબલ પર બેઠેલ નો હળવો હાસ્ય નો અવાજ આવતા સોફા પર બેઠેલ યુગલે નજર ફેરવી, તેમની નજરો મળતા ટેબલ પર બેઠેલ કપલ શાંત થઈ ગયું. મજા ની વાત એ છે કે ટેબલ પર બેઠેલ યુવક અવિનાશ ની પત્ની અવનિ સોફા પર બિરાજમાન હતી.