પુસ્તક એક મિત્ર

  • 4.8k
  • 1k

મારા સર્વ વાચક મિત્રોને મારા જય જય ગરવી ગુજરાત. આજે મારે વાત કરવી છે ‘પુસ્તક એક મિત્ર’વિશે. પુસ્તકો આપણને માર્ગદર્શન કરવાનું અને નવી-નવી માહિતીથી અવગત કરવાનું કાર્ય કરે છે. પરંતુ તે માટે પુસ્તક સામે ચાલીને આપણી પાસે નથી આવતું, આપણે જ પુસ્તક પાસે જવું પડે છે. આપણા મનમાં ઉઠતાં પ્રશ્નોનાં ઉત્તરો આપણને પુસ્તકો પાસેથી મળી રહે છે. પુસ્તકો આપણામાં રહેલી અજ્ઞાનતાને દૂર કરે છે અને જ્ઞાનનો પ્રકાશ પાથરે છે. આપણા વિચારોને ગતિમાન બનાવવાનું ભગીરથ કાર્ય પુસ્તકો કરે છે. જેવી રીતે સારો ખોરાક આપણા શરીરને અને મનને સ્વસ્થ રાખે છે તેવી જ રીતે સારા પુસ્તકો આપણા આત્માના ચેતસિક તત્વને શુદ્ધ અને