પ્રકરણ-૭ વૈદેહીનો ગૃહપ્રવેશ વૈદેહી અને રેવાંશ બંનેના લગ્ન ખુબ રંગેચંગે લેવાયા. ખુબ ધામધુમથી વૈદેહીના પિતા એ એના લગ્ન કર્યા. વૈદેહીના પિતા એક સારા ગાયક પણ હતા એટલે એમણે વૈદેહીના લગ્નમાં “બાબુલ કી દુઆએ લેતી જા.....” એ ગીત ખુબ પ્રેમથી પોતાની દીકરી માટે ગયું. એમને આ ગીત ગાતા સાંભળીને રેવાંશ ના પરિવારના સદસ્યોની પણ આંખો ભીની થઇ ગઈ હતી. આ કદાચ પહેલા એવા લગ્ન હતા કે, જયારે વર પક્ષ ના લોકોની આંખમાં પણ આંસુ આવી ગયા હતા. રજતકુમાર ના અવાજમાં કદાચ દીકરીની વિદાયનું દર્દ હતું. દીકરીની વિદાય થઇ ગઈ હતી. વૈદેહી હવે બસમાં બેસીને રેવાંશ જોડે સાસરે જવા રવાના થઇ. વૈદેહી